સુરત માં દારૂ ના ધંધા માં ગેંગવોર ની શક્યતા વચ્ચે થયું ફાયરિંગ,એક ટપોરી ઝડપાઇ જતા લોકો એ માર મારી અધમુવો કરી નાખ્યો જાણો વિગતો

સુરત માં ફિલ્મી અંદાજ માં શેટ્ટી બ્રધર્સ રેસ્ટોરાંના માલિક રાજુ વાંકોડે પર ત્રણ અજાણ્યા ઈસમો ફાયરિંગ કરતા ઉપસ્થિત લોકો એ ડર્યા વગર હાથમાં પિસ્તોલ હોવાછતાં પણ તેઓનો સામનો કર્યો હતો અને ત્રણ પૈકી એક ને પકડી લઈ ઢોર માર મારતા તે લોહીલુહાણ થઈ જતા તેને હોસ્પિટલ ભેગો કરાયો હતો.ઉધના માં નોવા કોમ્પલેક્ષ સામે આવેલ શેટ્ટી બ્રધર્સના રેસ્ટોરોન્ટ માં આવેલા ત્રણ ઈસમો એ રેસ્ટોરન્ટ ના માલિક ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ દરમિયાન હોટલમાં રહેલા માણસોએ અજાણ્યા ઈસમોને પડકારતા ત્રણેયે ભાગવાનું શરૂ કર્યું હતું.

જે પૈકી જેના હાથમાં પિસ્તોલ હતી. તેણે પોતાના બચાવમાં ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. છતાં પણ લોકોએ ડર્યા વગર તેને ઝડપીને પકડી પાડ્યો હતો અને માર માર્યો હતો. જ્યારે અન્ય બે ઈસમ ફરાર થઈ ગયા હતા.
ફાયરિંગની ઘટના અંગત અદાવતના કારણે જ બની હોવાનું કહેવાય રહ્યું છે. તેમજ આ ફાયરિંગ પાછળ માથાભારે પ્રવીણ રાઉત,રાહુલ એપાર્ટમેન્ટના માણસોએ કરાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ફિલ્મી ઢબે ફાયરિંગ કરવા આવેલા ઈસમોને લોકોએ ઝડપી પાડી માર મારતા લોહીલુહાણ થયેલા ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ ને એક ફૂટેલી કારતૂસ તેમજ અન્ય ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા.વિગતો મુજબ રાજુ વાંકોડે દારૂના ધંધામાંબુટલેગર તરીકે તે આ વિસ્તારમાં કુખ્યાત છે. રાજુ વાઘોડિયાને પ્રવિણ રાવત વચ્ચે છેલ્લા લાંબા સમયથી અંગત અદાવત ચાલી રહી છે અને તેના કારણે જ આ ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ફિલ્મી ઢબે ફાયરિંગ કરવા આવેલા ઈસમોને લોકોએ ઝડપી પાડી માર મારતા લોહીલુહાણ થયેલા ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરિંગ કરવા આવેલા શખસને માર મારવામાં આવ્યો હતો તેની પાસેથી ઉધના પોલીસે એક ફૂટેલી કારતૂસ તેમજ અન્ય ચાર જીવતા કારતૂસ ઝબ્બે કર્યા હતા. રાજુ વાંકોડે ઉપર ફાયરિંગ કયા કારણથી કરવામાં આવ્યું છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. અને આ ઉપરાંત અન્ય ફરાર ઈસમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.