ગુજરાતની માથે બિપોરજોયવા વાવાઝોડાનો સંકટ મંડરાઈ રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ છે, બધા અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આવા કપરા સમયે દરિયાઈ કિનારા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સલામત રીતે સ્થળે ખસેડવામાં આવ્યા છે. બિપોરજોય વાવાઝોડાને લઈ અમરેલી પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે. અમરેલી પોલીસે જાફરાબાદના શિયાળ બેટ પર દૂધ અને બટાટા મોકલ્યા છે.
અમરેલી પોલીસ દ્વારા 10 હજારની વસ્તી ધરાવતા શિયાળ બેટ ટાપુ પર 288 થેલી દૂધ અને 250 કિલો બટાટા મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ બધી વસ્તુઓ હોડી દ્વારા મોકલવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.