અમીર દેશોએ પહેલાથી જ કોરોના વેક્સિનના કરોડો ડોઝ બૂક કરાવ્યા, દુનિયાના દરેક વ્યક્તિ સુધી વેક્સિન ક્યારે પહોંચશે?

ચીનમાંથી ફેલાયેલી કરોના વાયરસ મહામારે આખી દૂનિયાને બાનમાં લીધી છે. ત્યારે આ બીમારી ફેલાયાને એક વર્ષ જેટલો સમય થઇ ગયો છે. એક વર્ષની અંદર તો કોરોના વાયરસે દુનિયાના કરોડો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. તો લાખો લાકોના જીવ પણ કોરોનાના કારણે ગયા છે. કેટલાય દેશો કોરોના વાયરસની વેક્સીન બનાવી રહ્યા છે. ત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના દુનિયાને આવતા વર્ષની શરુઆતમાં કોરોના વેક્સીન મળશે. આમ છતા દુનિયાના દરેક વ્યક્તિને કોરોના વેકસ્ન મળવામાં ચારથી પાંચ વર્ષનો સમય લાગી શકે છે.

તેનું કારણ  છે કે અમીર દેશોએ વેક્સીન બન્યા પહેલા જડ તેના કરોડો ડોઝનું એડવાન્સ બૂકિંગ કરાવી દીધું છે. આવી સ્થિતિમાં જેટલી વેક્સિન બનશે તે પહેલા અમીર દેશોને જ મળશે અને ગરીબ દેશોને ઘણી ઓછી વેક્સિન મળશે. જો એડવાન્સ કોરોના વેક્સિનના બૂકિંગની વાત કરીએ તો ભારતે 1.9 કરોડ વેક્સિન ડોઝનો ઓર્ડર આપ્યો છે. જો કે ભારતમાં દરેક વ્યક્તિને જો બે ડોઝની જરુર પડશે તો લગભગ 70 કરોડ ડોઝ ઘટશે.

કેનેડાએ પ્રતિ વ્યક્તિના હિસાબે સૌથી વધારે એડવાન્સ બૂકિંગ કરાવ્યું છે. કેનેડાએ પોતાની 3.8 કરોડ લોકોની વસ્તી સામે 38 કરોડ વેક્સિન ડોઝનું બૂકિંગ કરાવ્યું છે. જે હિસાબે દરેક વ્યક્તિને 9 ડોઝ મળશે. આ સિવાય કેનેડા હજુ પમ 5.6 કરોડ વેક્સિન ડોઝને બૂક કરાવવાની યોજના બનાવી રહ્યું છે. તો આ બાજુ અમેરિકાએ પણ તમામ લોકો માટે કોરોના વેક્સીનની 1.1 અબજ ડોઝનું બૂકિંગ કરાવ્યું છે. જે હિસાબે દરેક અમેરિકનના ભાગે ત્રણ ડોઝ આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.