ખાસ કરીને આ મોદીના આગમને પગલે પ્રોટોકોલના ભાગરૂપે જનરલ એવિએશન ટર્મિનલ બંધ કરવામાં આવ્યું છે એટલે કે જે વીઆઇપી કે સીએમ ચાર્ટર્ડ વિમાનમાં આવશે તે તમામને ડોમેસ્ટિક ટર્મિનલની બહાર કાઢવામાં આવશે, જેના માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે.
News Detail
આસામના સીએમ રવિવારે સાંજે 6.30 વાગે આવ્યા હતા જ્યારે અન્ય સાત રાજ્યના મુખ્યપ્રધાન સોમવારે આવવાના છે. અમદાવાદ એરપોર્ટ પર 20 ચાર્ટર્ડ વિમાનોની આવનજાવનના કારણે એરપોર્ટ વ્યસ્ત રહેશે. ખાસ કરીને આ મોદીના આગમને પગલે પ્રોટોકોલના ભાગરૂપે જનરલ એવિએશન ટર્મિનલ બંધ કરવામાં આવ્યું છે એટલે કે જે વીઆઇપી કે સીએમ ચાર્ટર્ડ વિમાનમાં આવશે તે તમામને ડોમેસ્ટિક ટર્મિનલની બહાર કાઢવામાં આવશે, જેના માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે.
નોબલનગર ટીંથી ભદ્રેશ્વર ત્રણ રસ્તા થઈ ઈન્દિરાબ્રિજ સર્કલ તરફથી એરપોર્ટ સર્કલ તરફનો માર્ગ વાહનચાલકો માટે બંધ રહેશે, જેના બદલે નોબલનગરથી નરોડા જીઆઈડીસીથી ડાબી બાજુ વળી ગેલેક્સી અંડરપાસ થઈ નરોડા પાટિયા થઈ મેમ્કો ચાર રસ્તા થઈ રામેશ્વર ચાર રસ્તાથી એફએસએલ ચાર રસ્તા, વિઠ્ઠલનગર ચાર રસ્તા, ઘેવર સર્કલ થઈ ડફનાળા અવરજવર કરી શકાશે. મધર ડેરીથી ઈન્દિરાબ્રિજ સર્કલ તરફ રાતે શહેરમાં પ્રવેશતા ભારે વાહનો પણ આ રસ્તા પર અવરજવર કરી શકશે નહીં. સોમવારે દિવસ દરમિયાન વીઆઇપી મુવમેન્ટ રહેશે જેના કારણે ડોમેસ્ટિક એરપોર્ટ પર મુસાફરોને પણ કોઇ હાલાકી અથવા ફલાઇટ ચૂકી ન જાય માટે તેમને ખાસ કરીને એરપોર્ટ પર ડિપાર્ચરના બે કલાક એરપોર્ટ પહોંચવા સૂચના અપાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.