અમિત શાહ બે દિવસીય ગુજરાતનાં પ્રવાસે, જાણો તેમનાં કાર્યક્રમો..

કેન્દ્રીય ગૃહ તેમાં સહકાર મંત્રી અમિત શાહ(AMIT SHAH) ફરી એકવાર ગુજરાત(GUJARAT) મુલાકાતે આવશે. આગામી ૧૯મી અને ૨૦મી ઓક્ટોબરે તેઓ અમદાવાદ(AHMEDABAD) આવશે. અમિત શાહ તેમના વતન માણસમાં મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માં પરિવાર સાથે હાજરી આપવાના છે તેમ સૂત્રો કહી રહ્યા છે.

આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી થવાની છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહમંત્રી અમીત શાહ પણ હાજરી આપે તેવી શક્યતા છે.

https://www.youtube.com/watch?v=bLkaA-APbXg

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ગુજરાત અને સમગ્ર દેશવાસીઓને દશેરા તથા દુર્ગાપૂજા પર્વની શુભકામનાઓ પાઠવી એક સંદેશમાં તેમણે જણાવ્યું કે , દેશ અને રાજ્યના પ્રત્યેક નાગરિકો સુધી લો કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા આપણે સૌ એક પ્રયત્ન કરીએ અને સમાજ અને દેશના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રત્યેક તે અભિયાનને વેગ મળે તે હેતુથી ઉદ્દીપક બનીએ. એસત્ય, અન્યાય ઉપર સદાચારના જયકારનું , પ્રબોધક વિજયને વધાવવાનું પર્વ વિજયાદશમી આપણે ઉજવી રહ્યાં છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.