રાકેશ્વર 6 દિવસ બાદ નક્સલીઓની કેદમાંથી ગુરુવારે સાંજે મુક્ત થયો છે. અમિત શાહે ફોન પર તેમની સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્યની સ્થિતિ જાણી.
રાકેશ્વર કોબરા 210માં બટાલિયનમાં છે. નક્સલીયોએ 3 એપ્રિલે બીજાપુર જિલ્લામાં તર્રેમ વિસ્તામાં સર્ચિંગ પર નીકળેલા સુરક્ષાકર્મીઓની ટીમને ઘેરીને હુમલો કરી દીધો હતો. આમાં ઓછામાં ઓછા 22 જવાનોના મોત થયા છે. અથડામણ બાદથી રાકેશ્વર નક્સલિઓના જ કબ્જામાં છે.
રાકેશ્વરને સરકાર દ્વારા બનાવવામાં આવેલા મધ્યસ્થોની એક ટીમો સાથે વાતચીત બાદ તેમને છોડવામાં આવ્યા છે. આ ટીમમાં સ્થાનીય આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ સામેલ હતા. તેમની મુક્તિથી છત્તીસગઢથી લઈ જમ્મુ સુધી ખુશીનો માહોલ છે. રાકેશ્વર સિંહ જમ્મુના રહેવાસી છે અને તેમનો પરિવાર ત્યાં જ રહે છે.
સરકાર દ્વારા ગઠિત બે સભ્યોની મધ્યસ્થતા ટીમના સભ્યોમાં પદ્મશ્રી ધર્મપાલ સૈની, ગોંડવાના સમાજના અધ્યક્ષ તેલમ બોરૈયા સહિત સૈકડો ગ્રામીણોની હાજરીમાં નક્સલીઓએ જવાનોને ગુરુવારે મુક્ત કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.