ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ, અપ્રત્યક્ષ રીતે અમિત શાહના દિકરા અને બીસીસીઆઈના સચિવ,જય શાહ પર કર્યો છે કટાક્ષ

બુધવારે સવારે સૂબ્રમણ્યમ સ્વામીએ પણ મોદી સરકારનો છોત્તરા ફાડી નાખ્યા હતા. તેમને આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમને કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ સામે લડવાની જવાબદારી હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સોંપી દેવી જોઈએ.

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, જેવી રીતે ભારતે ઈસ્લામિક અને બ્રિટિશ ઘૂસણખોરોનો સામનો કર્યો, તેવી જ રીતે કોરોના સામે લડવુ પડશે. જો આપણે જરૂરી પગલા નહીં ભરીએ તો, વધુ એક લહેરનો સામનો કરવો પડશે

કહેવાય છે કે, બાયો બબલમાં રહેવા છતાં કેટલાય ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત આવ્યા હતા. ત્યારે આવા સમયે સુરક્ષાને ધ્યાને રાખતા તેને રદ કરી દેવામાં આવી છે. જો કે, હવે તેને લઈને ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ અપ્રત્યક્ષ રીતે અમિત શાહના દિકરા અને બીસીસીઆઈના સચિવ જય શાહ પર કટાક્ષ કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.