ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU)એ 1985માં થયેલા આસામ કરારના ક્લૉઝ-6ના કાર્યાન્વયન પર અમિત શાહના કેન્દ્રીય ગૃહમંત્રાલયની એક ઉચ્ચસ્તરીય કમિટીનો ગોપનીય રિપોર્ટ સાર્વજનિક કરી દીધો છે.
આ રિપોર્ટમાં કમિટીએ ‘અસમિયા લોકોની ઓળખ અને વિરાસત’ના સંરક્ષણ સંબંધિત ઉપાયો પર પોતાની ભલામણ કરી છે.
હકીકતમાં ભારત સરકારે ગત વર્ષે જુલાઈમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી.કે. શર્માની અધ્યક્ષતામાં 14 સભ્યોની એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી હતી.
આ કમિટીમાં આસુના ત્રણ સભ્યોને પણ સામેલ કરાયા હતા. કમિટીએ 25 ફેબ્રુઆરીએ આસામ કરારના ક્લૉઝ-6ના કાર્યાન્વયન પરનો પોતાનો રિપોર્ટ મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલને સોંપી દીધો હતો. રાજ્ય સરકારે આ રિપોર્ટ ગૃહમંત્રી અમિત શાહને મોકલ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.