અમિતાભ-અભિષેકની હાલત સ્થિર, 26 સ્ટાફનો કોરોના ટેસ્ટ નેગેટીવ

 

કોરોના પોઝીટિવ આવેલા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં સૂત્રો અનુસાર, બંનેની હાલત હજુ સ્થિર છે. તેમનામાં કોરોનાના બીજા લક્ષણો જોવા મળ્યા નથી.

અમિતાભ-અભિષેકની હાલત સ્થિર

સૂત્ર અનુસાર, અમિતાભ અને અભિષેક ટ્રીટમેન્ટને સારી રીતે રિસ્પોન્સ કરી રહ્યા છે. તેમની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. બીજી તરફ બચ્ચન ફેમિલીના ચાર સભ્યોને કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેમના સ્ટાફ મેમ્બર્સનો પણ કોવિડ ટેસ્ટ થયો.

બચ્ચન પરિવારના ઘરે હાજર તમામ સ્ટાફ કોરોના નેગેટીવ આવ્યા છે. કુલ 54 લોકો બચ્ચન ફેમિલીના સંપર્કમાં આવ્યા હતા. રવિવારે 28 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા જ્યારે 26 લોકો હાઈ રિસ્ક પર હતા.

આ તમામ 26 લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો. સોમવારે તમામ રિપોર્ટ આવ્યા. બધા 26 લોકો કોરોના નેગેટીવ છે પરંતુ પ્રોટોકૉલને ધ્યાનમાં રાખતા આ તમામ 26 લોકોને પણ આગામી 14 દિવસો સુધી ક્વોરન્ટાઈન માટે મોકલવામાં આવ્યા છે.

બીજી તરફ આરાધ્યા બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન પણ કોરોના પોઝિટીવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઈન છે. બિગ બીના ચારેય બંગલા સીલ કરી દેવાયા છે. સાથે પણ બીએમસીએ તેને કંન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. રવિવારે રાતે અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર તેમના માટે દુઆ કરનારા ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

બિગ બીએ ટ્વીટમાં લખ્યુ કે જેમણે પોતાની પ્રાર્થનાઓ અભિષેક, એશ્વર્યા, આરાધ્યા અને મારા માટે વ્યક્ત કરી છે તે તમામને મારો હૃદય પૂર્વક આભાર. અમિતાભે બીજી ટ્વીટમાં લખ્યુ, મારા માટે એ શક્ય નથી કે આપે મારા માટે, અભિષેક, એશ્વર્યા અને આરાધ્યા માટે જે પ્રાર્થનાઓ કરી છે તેની પર હુ પ્રતિક્રિયા આપુ પરંતુ હુ હાથ જોડીને માત્ર એ જ કહેવા માગુ છુ કે આપ તમામના પ્રેમ અને મોહબ્બત માટે આભાર.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.