અમિતાભ બચ્ચન પત્ની જયા અને પુત્રી શ્વેતા સાથે એક વિજ્ઞાપનમાં જોવા મળશે

– જેની તસવીર સોશિયલ મીડિયા પર મુકીને ફેમિલી એટ વર્ક શેર કર્યું

બોલીવૂડના મહાનાયક કરોના મહામારી દરમિયાન પણ બેક ટુ બેક શૂટિંગ કરી રહ્યા છે. કરોડપતિ ૧૨ રિયાલિટી શો ઉપરાંત તેમણે એક વિજ્ઞાાપનનું શૂટિંગ કર્યું છે જેમાં પત્ની જયા અને પુત્રી શ્વેતા સાથે જોવા મળે છે.

અમિતાભે પરિવાર સાથે શૂટિંગ કરતા ફેમિલી ટાઇમ પણ એન્જોય કર્યો હતો. તેમણે આ વિજ્ઞાાપનના સેટ પરની એક તસવીર શેર કરી છે જેમાં તેમની સાથે જયા અને શ્વેતા જોવા મળે છે.

અમિતાભે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરીને ફેમિલી એટ વર્ક એમ કેપ્શન પણ લખ્યું છે. શૂટિંગ દરમિયાન બચ્ચન પરિવાર એથનિક વેરમાં જોવા મળે છે. તેમણે પીળા રંગનો કુર્તો, મોતિયોની માળા અને સફેદ પાઘડી પહેરી છે. જ્યારે જયા અને શ્વેતાએ સાડી સાથે હેવી જ્વેલરી પહેરી છે.

આ પહેલા પણ બિગ બી અન ેજયા વિવિધ જ્વેલરી બ્રાન્ડની એડમાં સાથે જોવા મળ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.