કેબિનેટ બેઠક પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મધ્યપ્રદેશમાં કૉંગ્રેસની સ્થિતિ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘ગુજરાત પણ કૉંગ્રેસની સ્થિતિ ખૂબ ખરાબ છે.’ મુખ્યમંત્રીનાં આ નિવેદન પર ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની ખુરશી પર જોખમ હોવાથી તેઓ આવું નિવેદન આપી રહ્યાં છે. આ સામે ગૃહમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કૉંગ્રેસને આડે હાથે લઇને કહ્યું હતું કે, ‘વિજય ભાઇ અમારા મુખ્યમંત્રી છે અને રહેવાના છે.’
અમિત ચાવડાનાં નિવેદન પર ગૃહમંત્રી પ્રદિપ જાડેજાએ સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, પ્રદીપ સિંહે ગૃહમાં જવાબ આપતા પહેલા કોગ્રેસનાં ધારાસભ્યો અને અમિત ચાવડાને આડે હાથે લીધા હતા. મધ્યપ્રદેશમાં કોગ્રેસના કાંકરા ખરવા માંડ્યા છે. વીરજીભાઇ નિતીનભાઇ માટે કહેતા હતા ને? પણ અમારે ત્યાંથી નેતા તો શું સામાન્ય કાર્યકર પણ ક્યાંય જશે નહીં. તમારી બેઠકમાં નેતા ને બદલવા માટે કેટલા ધુમાડા થાય છે એની ગામ આખાને ખબર છે. તમારામાંથી કેટલા નેતા બોર્ડર પર બેઠા છે એ તો સમય આવે જ ખબર પડશે. હુ ડંકાની ચોટ પર કહું છુ કે, વિજય ભાઇ અમારા મુખ્યમંત્રી છે અને રહેવાના છે.
અમિત ચાવડાએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે , “ગુજરાતની જનતા, સરકારના મંત્રીઓ અને અધિકારીઓને એક પ્રશ્નો પૂછવો જોઈએ કે તેઓ વિજયભાઈને સીએમ તરીકે ગણે છે કે નહીં? સરકાર કોણ ચલાવે છે તે તમામ લોકો જાણે છે. કયા રિમોટથી સરકાર ચાલે છે તે ગુજરાતનાં લોકો જ નહીં પરંતુ દેશ પણ જાણે છે. વિજયભાઈએ કૉંગ્રેસની ચિંતા કરવાને બદલે પ્રજાએ તેમને જે મેન્ટેડ આપીને ચૂંટ્યા છે તે કામોની ચિંતા કરવાની જરૂર છે. અડધી પીચે રમીશું અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું જેવા નિવદનો કરવા માટે જાણીતા સીએમએ રાજ્યના ખેડૂતોની ચિંતા કરવાની જરૂરી છે. બિનસચિવાયલની પરીક્ષાની તારીખો જાહેર નથી થઈ રહી તેની ચિંતા કરવાની જરૂર છે. મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં ગાંધીજીએ સ્થાપેલી શાળામાં દારૂ પકડાય છે તેની ચિંતા કરવાની જરૂર છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.