અમિત જેઠવા કેસ: નિવેદનો ટ્રાયલ દરમિયાન ફેરવી તોળતા હોસ્ટાઈલ થયેલા 38 સાક્ષીઓ વિરુદ્ધ સકંજો કસાયો

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસની ટ્રાયલ દરમિયાન જુબાની વખતે પોતે અગાઉ આપેલા નિવેદનથી ફરી જતાં હોસ્ટાઈલ જાહેર થયેલા ૩૮ સાક્ષીઓ સામે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે સમન્સ કાઢવાનો સોમવારે હુકમ કર્યો છે.

ટ્રાયલ કોર્ટે આપેલા હુકમના પગલે કોર્ટના રજિસ્ટ્રારે કરેલી ફરિયાદના અનુસંધાનમાં આ સમન્સ કાઢવાનો નિર્ણય લેવાયો છે. રજિસ્ટ્રાર જનકભાઈ શુકલે કોર્ટમાં કરેલી ફરિયાદ મુજબ આ કેસની કાર્યવાહી દરમિયાન ૩૮ સાક્ષીઓ દ્વારા પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ જે નિવેદનો આપ્યાં હતાં તેનાથી વિપરીત જુબાની આપીને હોસ્ટાઈલ થયા હતા.

કોની સામે ફરિયાદ…

રમેશભાઈ ચાવડા, યુસુફ જુનેજા, દિલીપ કાતરિયા, મનોજભાઈ જાદવ, વિણાબેન શાંતિલાલ રાવલ, જગદીશભાઈ સીંઘવ, સલમાન ઉર્ફે સુલેમાનભાઈ જહાંગીરભાઈ, ગોવિંદભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ઈશાભાઈ વોરા, બાબુજી ઠાકોર, ધીરુભાઈ બારિયા, નવીનભાઈ રઈગગલા, ક્રિપાલસિંહ પરમાર, જીવાભાઈ કામલિયા, મનોજભાઈ હરીભાઈ સતાણી, હુરખાન સિકંદરશાન યુસબજી(પઠાણ), જીસાન કાલુમિયા નકવી, ભૂપતસિંહ પ્રવીણસિંહ ઝાલા, જયેશ અંબાલાલ પટેલ, માનેન્દ્ર રઘુનંદનસિંગ, રમેશભાઈ શંકરદાસ પટેલ,

રાજેશ પેથાભાઈ ભરવાડ, પ્રવીણભાઈ ઉર્ફે કલાભાઈ મૂળજીભાઈ સીંઘવ, પ્રકાશભાઈ ખોડાભાઈ રાઠોડ, નાગજીભાઈ ખેંગાજી ઠાકોર, હીરાભાઈ નરસંગભાઈ રાઠોડ, ધનજીભાઈ જૈસંગભાઈ સીંઘવ, દિનેશભાઈ અંબાલાલ પટેલ, યોગેશકુમાર દશરથભાઈ પંડયા, વિનોદભાઈ શીવાભાઈ મુલિયા, ધર્મેશ જગદીશભાઈ પ્રજાપતિ, મહાદેવજી સેમાજી ઠાકોર, બળદેવભાઈ નટવરલાલ જોષી, વલીમોહંમદ અલીભાઈ મામાણી, હરીભાઈ લક્ષ્મણભાઈ સીંઘવ, ધર્મેન્દ્રગિરિ બાલુગિરિ ગૌસ્વામી અને સમીર હાજીરસુલભાઈ વોરા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.