અમિત શાહના 8 મહિનાના કાર્યકાળમાં દિલ્હી પોલીસની અત્યંત કરુણાજનક હાલત

ગૃહમંત્રી અમિત શાહના છેલ્લા આઠ મહિનાના કાર્યકાળમાં દિલ્હી પોલીસની ચાર વખત મજાક બની ચૂકી છે. જાન્યુઆરી મહિનામાં ત્રણ વખત દિલ્હી પોલીસની કાર્યશૈલી પર પ્રશ્નો ઉભા થયા છે. જામિયા વિસ્તારમાં ગુરુવારે થયેલ ફાયરિંગ દરમિયાન પોલીસ જે રીતે દર્શક બનીને ઊભી હતી તેના પરથી સવાલ ઉભા થઇ છે. વિપક્ષ સતત મોદી સરકાર પર હુમલો કરી રહ્યું છે. ત્યાં જ દિલ્હી સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે કે અમિત શાહે દિલ્હી પોલીસના હાથ બાંધી દીધા છે. જામિયામાં ફાયરિંગ કરનાર નાબાલિક છે. ફાયરિંગમાં કશ્મીરનો સાદાબ ઘાયલ થયો છે.

આ ઘટના અગાઉ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પણ 5 જાન્યુઆરી ના રોજ અમુક નકાબ પહેરેલા અસામાજિક તત્વો આવી ગયા અને વિદ્યાર્થીઓ પર હિંસા આચરી. તેમાં છાત્ર સંઘ નેતા આઈસી ઘોષને પણ ગંભીર ઇજા થઇ. અસામાજિક તત્વોએ શિક્ષકોને પણ ન છોડ્યા, અમુક ફેકલ્ટી મેમ્બર પણ ગંભીર રીતે ઘાયલ થયા. અંદાજે ૫૦ જેટલાં નકાબખોરોએ જ્યાં જે દેખાયું તેને નુકસાન પહોંચાડ્યું. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ ઘટના પાછળ દિલ્હી પોલીસ અને એબીવીપીને જવાબદાર ઠરાવ્યા.

જ્યારે બીજી એક મામલામાં 15 ડિસેમ્બરે જામિયા વિસ્તારમાં હિંસાની ઘટના પર પણ પોલીસ ઉપર સવાલ ઉભા થયા છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ એક પ્રદર્શનમાં અમુક અસામાજિક તત્ત્વોએ બસો અને પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું. ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન દિલ્હી પોલીસ જામિયા ના કેમ્પસ માં દાખલ થઇ અને ખતરનાક બળપ્રયોગ કર્યો. પોલીસ લાઇબ્રેરીમાં ઘૂસીને તોડફોડ કરવા લાગી અને કેમ્પસમાં વિદ્યાર્થીઓને ખૂબ માર્યા. પોલીસને કાર્યવાહી પર ખૂબ સવાલ ઉભા થયા અને સરકારની વિપક્ષ દ્વારા આલોચના પણ થઇ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.