અનુરાગ કશ્યપે ટ્વીટ કરી હતી, ‘આપણાં હોમ મિનિસ્ટર ડરપોક છે. પોતાની પોલીસ, પોતાના ગુંડાઓ, પોતાની સેના અને પોતાની સિક્યોરિટી વધારે છે. હથિયાર વગરના પ્રોટેસ્ટર્સ પર આક્રમણ કરાવે છે. ઈતિહાસઆની પર થૂંકશે.’
ઉલ્લેખનીય છે કે અમિત શાહે હાલમાં દિલ્હીના બાબરપુર વિસ્તારમાં ચૂંટણીસભાને સંબોધી હતી. દિલ્હીમાં આઠ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી છે. સભા દરમિયાન CAA તથા NRCનો વિરોધ કરતાં કેટલાંક લોકો ભેગા થઈ ગયા હતાં અને તેમણે CAA-NRCને લઈ નારેબાજી કરી હતી અને આ કાયદો પાછો લેવાનું કહ્યું હતું. બીજી બાજુ આ કાયદાનું સમર્થન કરતાં કેટલાંક લોકો ભેગા થયા હતાં અને તેમણે વિરોધ કરતાં લોકોમાંથી એકને પકડીને માર માર્યો હતો. અમિત શાહે પછી તેમની સિક્યોરિટીને તે યુવકને સલામત રીતે બહાર કાઢવાની વાત કરી હતી.
અનુરાગે ગયા વર્ષે ઓગસ્ટમાં ટ્વિટર છોડી દીધું હતું. જોકે, દેશનો માહોલ જોઈને ગયા વર્ષે ડિસેમ્બરમાં ટ્વિટર પર પરત ફરવાનો નિર્ણય લીધો હતો. અનુરાગે ટ્વીટ કરી હતી, વાત બહુ આગળ નીકળી ગઈ છે..હવે વધુ ચૂપ રહી શકું તેમ નથી. આ સરકાર સ્પષ્ટ રીતે ફાસીવાદી છે. જે લોકો થોડું ઘણું પણ પરિવર્તન લાવી શકે છે, તેઓ પૂરી રીતે ચૂપ છે, આ વાતથી મને વધુ ગુસ્સો આવે છે.
અનુરાગે સરકાર તથા CAA તથા NRCનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. ગયા વર્ષે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં CAA તથા NRCને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં અનુરાગે ભાગ લીધો હતો. અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયામાં સતત આ કાયદાના વિરોધમાં ટ્વીટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.