– મતુઆ સમાજના કાર્યકર્તાને ત્યાં ભોજન
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે આજે પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતના અંતિમ દિવસે સવારે દક્ષિણેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ આજે તેઓ પક્ષના રાજ્ય એકમના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજશે.
2021માં આવનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની પૂર્વતૈયારી રૂપે અમિત શાહ અહીં આવ્યા હતા. આજે બપોરે તેઓ મતુઆ સમાજના કાર્યકરને ત્યાં ભોજન કરશે. બંગાળમાં મતુઆ સમાજના લોકોની વસતિ 70 લાખથી વધારે છે . ગુરુવારે તેમણે બાંકુરામાં આદિવાસી પરિવારને ત્યાં ભોજન કર્યું હતું.
મિડિયા સાથે વાત કરતાં તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે અત્યાર સુધીમાં તૃણમૂલ કોંગ્રેસે 100થી વધુ ભાજપી નેતાઓ અને કાર્યકરોની હત્યા કરાવી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર બાંગ્લાદેશ, નેપાળ કે પાકિસ્તાન તરફથી દેશમાં ઘુસી રહેલા લોકોને અટકાવવાના કાર્યમાં સીમા સુરક્ષા દળને સહકાર આપતી નથી એટલે લાખો નિરાશ્રિતો અહીં ઘુસી ગયા હતા જેને તૃણમૂલ કોંગ્રેસ પોતાની વોટબેંક સમજતી હતી. એકલે હાથે સીમા સુરક્ષા દળ ઘુસણખોરોને રોકી શકે નહીં, એમાં સ્થાનિક પોલીસનો સહકાર જરૂરી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.