કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપના નેતાઓ સાથે કરેસી બંધ બારણે બેઠક બાદ મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી. અમિત શાહે મહાત્મા મંદિરમાં સંબોધન કરતા જણાવ્યુ કે, ગાંધીનગરમાં આજે હું સાંસદ સભ્ય તરીકે આવ્યો છું. સરકાર મહાત્માં ગાંધીની 150મી જન્મ જ્યંતીની ઉજવણી કરી ગાંધીના વિચારોને જીવંત રાખવા અને ગાંધીજીના સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવાનો કાર્યક્રમ કરી રહી છે.
આ ઉપરાંત અમિત શાહે પીએમ મોદીના પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેમમે જણાવ્યુ કે, દેશને પ્રદૂષણથી મુક્ત કરવા માટે પ્લાસ્ટિકનો ત્યાગ કરવો જરૂરી છે. આ કાર્યક્રમમાં તેની સાથે સીએમ વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં ગાંધીનગરના મેયરે ભાંગરો વાટ્યો હતો. મેયર રીટા પટેલે જણાવ્યુ હતુ કે, ગાંધીનગરના સાંસદ અમિત શાહ વિજયી થયા બાદ પ્રથમ વખત ગાંધીનગર આવ્યા છે. જોકે, અગાઉ પણ અમિત શાહ લોકસભા ચૂંટણી બાદ ગાંધીનગર આવી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.