અમિત શાહનો હુંકાર: કોંગ્રેસે નાંખ્યા વિઘ્નો, અયોધ્યામાં બનશે ભવ્યાતિભવ્ય રામ મંદિર

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ઝારખંડની પહેલી ચૂંટણી રેલીમાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો. ભાજપ અધ્યક્ષે કહ્યું કે દરેક લોકો ઇચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવવું જોઇએ, પરંતુ કોંગ્રેસ પાર્ટી કેસ જ ચલાવા દેતી નહોતી. દેશની સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય કરીને સર્વાનુમતથી આ નિર્ણય કર્યો છે, એવામાં અયોધ્યામાં આકાશને આંબતા રામ મંદિરનું નિર્માણ કરાશે.

અમિત શાહ ઝારખંડના લાતેહારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા. આ દરમ્યાન તેમણે કહ્યું કે અયોધ્યામાં જ્યાં શ્રીરામનો જન્મ થયો હતો ત્યાં જ હવે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે. આટલા વર્ષોથી આ ચુકાદો આવતો કેમ નહોતો, અમે પણ ઇચ્છતા હતા કે સંવૈધાનિક રીતે આ વિવાદનો રસ્તો નીકળે અને જુઓ શ્રીરામની કૃપા સુપ્રીમ કોર્ટે નિર્ણય કરી દીધો અને તેમના નિર્ણયથી એ જગ્યા પર ભવ્ય રામ મંદિર બનાવાનો રસ્તો ખુલી ગયો છે.

અમિત શાહે કહ્યું કે દેશની દરેક વ્યક્તિ ઇચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બને, પરંતુ કોંગ્રેસ સતત વિઘ્નો નાંખતુ રહ્યું છે. હવે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે રામ જન્મભૂમિ સ્થાન પર આસમાનને આંબનાર મંદિરનું નિર્માણ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.