કેન્દ્રિય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ અમિત શાહે જવાહર લાલ નહેરૂ યૂનિવર્સિટીનાં વિદ્યાર્થી શારજીલ ઇમામ પર નિશાન સાધ્યું છે. દિલ્હીનાં રિઠાલામાં સોમવારનાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, તમે શારજીલ ઇમામનો એક વિડીયો જોયો હશે, જેમાં તે નૉર્થ-ઈસ્ટને ભારતથી અલગ કરવાની વાત કહે છે. તેણે દેશનાં ભાગલા પાડવાની વાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી પોલીસને તેની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવા કહ્યું. પીએમ મોદીનાં કહેવા પર પોલીસે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો.”
શાહે કહ્યું કે, “મોદી સરકારમાં આ અધિકાર સૌને છે, કેજરીવાલજી તમને પણ છે. ગાળ બોલવી હોય તો અમને આપો અથવા અમારી પાર્ટીને આપો, પરંતુ જો કોઈ ભારત માતાનાં ટુકડા કરવાની વાત કરશે તો તમારે જેલનાં સળિયા પાછળ જવું પડશે.” અમિત શાહે કહ્યું કે, “કેટલાક સમય પહેલા JNUમાં ભારત તેરે ટુકડે હો એક હજાર નારા લાગ્યા હતા. પ્રધાનમંત્રીએ આ નારાઓ લગાવનારઓને ઉઠાવીને જેલામાં નાંખી દીધા, પરંતુ તેઓ કહે છે કે તેમને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે.”
શાહે કહ્યું કે, “પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારનો ભોગ બનેલા લઘુમતીઓ માટે પ્રધાનમંત્રી CAA લઇને આવ્યા. આના પર કેજરીવાલ કહે છે કે ભાજપાને પાકિસ્તાનીઓની ચિંતા છે. જ્યારથી વિભાજન થયું છે ત્યારથી દિલ્હીમાં લાખો શરણાર્થીઓ આવ્યા છે, તે લોકો આપણા છે. આપણા ભાઈ-બહેન છે. તેમને તમે પાકિસ્તાની કહો છો, શરમ આવવી જોઇએ.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.