નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)એ નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (National Register of Citizens- NRC) વિશે મોટું નિવેદન આપ્યું છે. ન્યૂઝ18 નેટવર્ક (News18 Network) ગ્રુપના એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)ને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યુ કે, એનઆરસીને અમે 2024 પહેલા લાગુ કરી દઈશું. એડિટર ઇન ચીફ રાહુલ જોશીએ દેશના ગૃહ મંત્રીને પૂછ્યું કે, એનઆરસી ક્યાં સુધી અમલી થઈ શકશે, તેનો કોઈ રોડ મેપ છે? તેની પર અમિત શાહે કહ્યુ કે, તે ચોક્કસપણે 2024 પહેલા લાગુ કરી દેવામાં આવશે.
‘સન્માન બચાવવા માટે આવતા લોકો ઘૂસણખોરો નહીં’
હાલમાં જ એક સ્પીચમાં અમિત શાહે કહ્યુ હતું કે જેટલા પણ હિન્દુ છે, ખ્રિસ્તી છે, બૌદ્ધ ધર્મના લોકો છે અને જૈન છે. તેઓ સૌ આપણા દેશમાં સુરક્ષિત છે. પરંતુ તેઓએ મુસલમાનોનો ઉલ્લેખ નહોતો કર્યો. તેની પર જ્યારે ગૃહ મંત્રીનો મત જાણવા માંગતા તેઓએ કહ્યુ કે, સુરક્ષિત છે, એવું નથી કહ્યું. આ લોકોને નાગરિકતા આપીશું એવું કહ્યુ હતું. તેના પાછળ પણ એક કારણ છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની લઘુમતીઓ જો પોતાનો ધર્મ બચાવવા માટે આ દેશની શરણમાં આવે છે અને ત્રાસ ભોગવીને આવે છે. પોતાની માતાઓ, બહેનો અને બાળકોનું સન્માન બચાવવા માટે અહીં આવે છે તો તેઓ શરણાર્થી છે, ઘૂસણખોર નથી.
ગૃહ મંત્રીએ આગળ કહ્યુ કે, જો કોઈ રોજી-રોટી માટે આવે છે કે કાયદો-વ્યવસ્થા બગાડવા માટે આવે છે તો તે ઘૂસણખોર હોય છે. તમામ મુસલમાન ઘૂસણઓર છે એવું મારું કહેવું નથી. તેમની પર ધાર્મિક ત્રાસ આપવાની શક્યતા નથી. તેની સાથે જ તેઓએ સવાલ પૂછ્યો કે, ભાગલા સમયે બંને પાકિસ્તાન મળીને 30 ટકા મુસલમાન હતા. હવે 6.5 ટકા થઈ ગયાફ બાકીના ક્યાં ગયા?
બીજેપીનો આગામી એજન્ડા અને યૂનિફૉર્મ સિવિલ કોડ પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યુ કે, આ અમારા ઘોષણાપત્રનો હિસ્સો છે. યોગ્ય સમયે આ મામલા પર પાર્ટી અને સરકાર બંને ચર્ચા કરશે. હજુ તે અંગે કોઈ તિથિ આપવી શક્ય નથી. અમારા ઘોષણા પત્રમાં છે તો અમારો એજન્ડા તો ઑટોમેટિક બને છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.