અમિત શાહે મને ઢોકળા પાર્ટી આપવી જોઇએ, મને ગુજરાતી વાનગીઓ પસંદ છે : મમતા બેનર્જી

– અમિત શાહને જવાબ આપવા મમતા બેનર્જીએ આંકડાઓ સાથે ટ્વિટ કર્યુ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહયા છે. ત્યારે ભાજપ અને સત્તાધારી તૃણમૂળ કોંગ્રેસ પાર્ટી વચ્ચેનો તણાવ તેના ચરમ ઉપર પહોંચ્યો છે. બીજી ખાસ વાત એ છે કે હવે બંગાળનો આ જંગ અમિત શાહ અને મમતા બેનર્જી વચ્ચે હોય તેવું લાગી રહ્યું છે. અમિત શાહ હાલમાં જ બંગાળના પ્રવાસે હતા. જ્યાં તેમણે રેલીઓ અને સભાઓમાં મમતા બેનર્જી અને તેમની પાર્ટી ઉપર આકરા પ્રહાર અને આક્ષેપો કર્યા.

ત્યારબાદ હવે મમતા બેનર્જી તેની સામે પલટવાર કરી રહ્યા છે. તેવામાં મંગળવારે મમતા બેનર્જીએ આંકડા સાથે એક ટ્વિટ કર્યુ છે અને અમિત શાહ પાસેથી ઢોકળા પાર્ટીની માંગ કરી છે. મમતા બેનર્જીએ આ ટ્વિટ ફેક્ટ ચેક માટે કર્યુ છે. તેમણે આંકડા રજુ કરીને કહ્યું કે બંગાળમાં ઉદ્યોગો અને અપરાધને લઇને કરેલા અમિત શાહના દાવાઓ ખોટા સાબિત થયા છે. ટ્વિટમાં મમતા બેનર્જીએ કહ્યું કે અમિત શાહે મને પાર્ટી આપવી જોઇએ. મને ઢોકળા અને અન્ય ગુજરાતી વાનગી ઘણી પસંદ છે.

ગયા અઠવાડિયે અમિત શાહે બંગાળમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે બંગાળમાં કાનૂન વ્યવસ્થા ખાડે ગઇ છે અને વિકાસ થંભી ગયો છે. તત્યારબાદ હવે મમતા બેનર્જી દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને તેમના આરોપોનો જવાબ આપી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે અમિત શાહ જાણીજોઇને બંગાળની નિરાશાજનક તસવીર રજુ કરે છે. છેલ્લા દસ વર્ષોમાં ટીએમસીના શાસનમાં બંગાળમાં રાજનૈતિક હત્યાઓમાં ઘટાડો થયો છે. તમામ પ્રકારના વિકાસના માપદંડોમાં બંગાશ અન્ય રાજ્યો કરતા આગળ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.