નાગરિકતા સંશોધન બિલ નાગરિકતા અધિનિયમ 1955મા સરકાર સંશોધનની તૈયારીમાં છે. આથી જ અમિત શાહના મંત્રાલયે તમામ રાજ્યોને ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરી તેમના તમામ કાગળિયા રદ્દ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બુધવારના રોજ રાજ્યસભામાં કહ્યું કે ગેરકાયદે પ્રવાસીઓના મામલામાં સરકાર તત્પર છે અને કાર્યવાહી થવાના લીધે આવા લોકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો આવ્યો છે.
રાયે ઉચ્ચ સદનમાં પ્રશ્નકાળ દરમ્યાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે 2008-13ની વચ્ચે 29 લાખ લોકો પેસેન્જર તરીકે ભારતમાં આવ્યા. તેઓ સારવાર માટે, વેપારી કે પર્યટક તરીકે અહીં આવ્યા. ત્યાં 2014થી 2017ની વચ્ચે આવા પેસેન્જરની સંખ્યા વધીને 56 લાખ થઇ ગઇ.
આવા યાત્રીઓમાંથી કેટલાંય લોકો વીઝાની સમયમર્યાદા સમાપ્ત થયા બાદ પણ અહીં રહ્યા. તેમણે કહ્યું કે કેન્દ્રે રાજ્યોને આવી બાબતમાં કાર્યવાહી માટે અધિકૃત કર્યા છે. તેમણે કહ્યું કે 2008 થી 2013ની વચ્ચે ગેરકાયદે પ્રવાસીઓની સંખ્યા 1.34 લાખ હતી જે 2014 થી 2017ની વચ્ચે ઘટીને એક હજાર રહી ગઇ.
રાયે કહ્યું કે ગેરકાયદે પ્રવાસી દેશમાં કાયદેસર યાત્રા દસ્તાવેજો વગર ચોરી-છુપાઇ અને કપટથી પ્રવેશ કરે છે. બાંગ્લાદેશી નાગરિકો સહિત ગેરકાયદે રીતે રહેનાર વિદેશી લોકોની ભાળ મેળવવી અને તેમનું નિર્વાસન એક સતત પ્રક્રિયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.