નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપી અધ્યક્ષ (BJP President) અમિત શાહ (Amit Shah)નો આજે 55મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અમિત શાહને જન્મ દિવસની શુભેચ્છાઓ આપતાં તેમના સ્વસ્થ અને દીર્ઘાયુ આયુષ્યની કામના કરી છે.
પીએમ મોદીએ અમિત શાહને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં કહ્યુ કે, કર્મઠ અનુભવી, કુશળ સંગઠનકર્તા અને મંત્રીમંડળમાં મારા સહયોગી અમિત શાહજીને જન્મ દિવસની અનેક શુભકામનાઓ.
પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, સરકારમાં બહુમૂલ્ય ભૂમિકા નિભાવવાની સાથે જ તેઓ ભારતને સશક્ત અને સુરક્ષિત કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ઈશ્વર તેમને દીર્ઘાયુ કરે અને હંમેશા સ્વસ્થ રાખે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.