અમિત શાહનું પ્લેન ઉડાડવા ખતરનાક કાવતરું ઘડનાર કારગિલના હીરોએ હવે ભર્યું ચોંકાવનારું પગલું

કારિગલની જંગના હીરો રિટાયર્ડ વિંગ કમાન્ડર જેએસ સાંગવાને BSFના એર વિંગમાંથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. તેમના પર આરોપ હતો કે ગૃહમંત્રી અમિત શાહના પાયલટ બનવા માટે તેમણે પોતાના સીનિયર અધિકારીના નામે છેતરપિંડી કરી હતી. જો કે તેમના રાજીનામાનો હાલ સ્વીકાર કરાયો નથી. બીએસએફનું કહેવું છે કે સાંગવાનની અરજી ‘અંડર પ્રોસેસ’ છે. સૂત્રોનું કહેવું છે કે સાંગવાનના રાજીનામાનો સ્વીકાર કરાયો તો તેનો મતલબ એ થશે કે તેમને કોઇપણ પ્રકારની તપાસનો સામનો કર્યા વગર જવા દેવા પડશે.

અગ્રણી અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે સાંગવાન ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપી ચૂકયા છે. હાલ સાંગવાન બીએસએફ અને દિલ્હી પોલીસની તપાસનો સામનો કરી રહ્યા છે. તેમના પર આરોપ લાગ્યો હતો કે તેઓ અમિત શાહનું પ્લેન ઉડાડવા માંગતા હતા, તેના માટે તેમણે પોતાના સીનિયર અધિકારીના નામથી કોમ્યુનિકેશન કર્યું. તેના થોડાંક દિવસ બાંદ સાંગવાને 2 સપ્ટેમ્બરના રોજ બીએસએફમાં સર્વિસીસથી સ્વૈચ્છિક ત્યાગપત્ર આપવાની અરજી કરી. નિયમો પ્રમાણે જો કોઇ શખ્સ તપાસનો સામનો કરી રહ્યું છે તો તેના રિટાયરમેન્ટ કે રાજીનામાં સાથે જોડાયેલી અરજી સ્વીકાર કરાશે નહીં.

તો સાંગવાનની વિરૂદ્ધ કેસની તપાસ કરી રહેલા પોલીસે બીએસએફના એર વિંગના કોમ્પ્યુટર વિંગના સીસીટીવી ફૂટેજ અને નિયમ-કાયદા સાથે જોડાયેલા કાગળિયા માંગ્યા છે. આપને જણાવી દઇકે થોડાંક સમય પહેલાં આ સમાચાર આવ્યા હતા કે ગયા જૂન અને જુલાઇમાં એન્જિનિયરિંગ અને કંસ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલી દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુબ્રોને બીએસએફના એર વિંગની તરફથી કોઇ ઇમેલ મળ્યો હતો. બીએસએફના એર વિંગની પાસે જ અમિત શાહનું પ્લેન ઉડાવવાની જવાબદારી છે. આ ઇમેલમાં દરખાસ્ત કરાઇ હતી કે સાંગવાનને એલએન્ડીનું પ્લેન ઉડાડવાની મંજૂરી આપવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.