કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારના રોજ દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુ પામેલા દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતન લાલની પત્નીને મંગળવારના રોજ પત્ર લખીને પોતાનો શોક સંદેશ મોકલ્યો. તેમાં કહ્યું કે આખો દેશ આ દુ:ખના સમયમાં બહાદુર પોલીસકર્મીના પરિવારની સાથે છે. રતન લાલના પત્ની પૂનમદેવીને લખેલા પત્રમાં શાહે કહ્યું કે તેમણે ફરજ નિભાવતા સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે પોતાના પત્રમાં લખ્યું, ‘તમારા બહાદુર પતિ સમર્પિત પોલીસકર્મી હતા, જેમણે કઠિન પડકારોનો સામનો કર્યો. સાચ્ચે સિપાહીની જેમ તેમણે આ દેશની સેવા માટે સર્વોચ્ચ કુર્બાની આપી. હું ઇશ્વરને તમારા આ દુ:ખ અને અસમય ક્ષતિને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું’. અમિત શાહે કહ્યું કે આ દુ:ખની ઘડીમાં આખો દેશ તમારા પરિવારની સાથે છે.
ઉત્તર પૂર્વ દિલ્હીમાં CAA કાયદાની વિરૂદ્ધ પ્રદર્શન દરમ્યાન ફેલાયેલી હિંસામાં હેડ કોન્સ્ટેબલ રતન લાલ સહિત 13 લોકોના મોત થયા છે. પ્રદર્શનકારીઓએ છેલ્લાં ત્રણ દિવસમાં ઘર, દુકાન, વાહન અને એક પેટ્રોલ પંપને આગને હવાલે કરી દીધા. તેમણે સુરક્ષાબળો પર પથ્થરમારો કર્યો. રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર-શેખાવટી જિલ્લાના તેહવાલી ગામના રહેવાસી રતન લાલ પણ આ હિંસાનો ભોગ બન્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.