અમદાવાદ : દેશની સૌથી શક્તિશાળી પાર્ટી ભાજપા (BJP)માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પછી બીજા નંબરે શક્તિશાળી નેતા તરીકે જો કોઈનું નામ ગુંજતું હોય તો તે છે અમિત શાહ (Amit Shah). અમિત શાહ કેવી રીતે બન્યા શક્તિ શાળી નેતા, કેવી રીતે અમદાવાદ (Ahmedabad) આવ્યા બાદ અમિત શાહની રાજકીય કારકિર્દીનો ઉદય થયો તે પણ જાણવું જરુરી છે. આમ તો અમિત શાહનો જન્મ સમૃદ્ધ પરિવારમાં થયો હતો. વેપારીના પુત્ર અમીત શાહ જો રાજકારણી ના બન્યા હોત તો સફળ ઉદ્યોગપતિ હોત તે નક્કી છે.. પણ તેઓએ રાજકારણ તરફ તેમના ડગ માંડ્યા અને આજે શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે.
1978નું એ વર્ષ છે કે જ્યારે અમિત શાહ અને તેમનો પુરો પરિવાર અમદાવાદ રહેવા આવ્યો હતો. અમિત શાહના પિતા અનીલચંદ્ર શાહ વ્યવસાયે શેર બ્રોકર હતા. તેઓએ 1977માં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી શિવકુંજ સોસાયટીમાં મકાન ખરીદ્યું હતું. શિવકુંજ સોસાયટીનું આ જ મકાન છે જ્યાં અમિત શાહ અને તેમનો પરિવાર લગભગ 45 વર્ષ સુધી રહ્યો. આ સમય દરમિયાન અમિત શાહ અને તેમના પરિવાર સાથે વિતાવેલા દિવસો તેમના અંગત સ્વજનો આજે પણ યાદ કરે છે.
અમિત શાહના અંગત મિત્ર ડૉ. વી. એન. શાહ જણાવે છે કે એમના પરિવારમાં એમના પિતાજીનું વેપારી બેકગ્રાઉન્ડ હતું. વેપારી બેકગ્રાઉન્ડ પોલીટીક્સ ક્યારેય વારસાઈ આવી નથી. પણ ચાતુર્ય જરુર પોલીટીક્સમાં આવ્યું છે. અમિતભાઈનો તેમના માતા પ્રત્યેનો પ્રેમ મને ખ્યાલ છે. છેક સુધી તેમના માટે તેમના માતા પ્રત્યે તેમણે કેર લીધી હતી. અમદાવાદ રહેવા આવ્યા બાદ જ 1987માં અમિત શાહના લગ્નજીવનની પણ શરુઆત થઈ હતી. એટલુ જ નહિ અહીંથી જ અમીત શાહના રાજકીય જીવનની પણ શરુઆત થઈ. એ સમયે અમિત શાહ ભાજપમાં બુથ લેવલના કાર્યકર હતા. અને બુથ લેવલના કાર્યકરથી તેઓની મહેનત અને લગનથી જ તેઓ આજે ભાજપમાં સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.