સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે મોદી સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે સંસદનું સત્ર બોલાવવામાં કોરોના આડે આવે છે પરંતુ પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી યોજાય ત્યારે કોરોના ફેલાવાનો ડર નથી. એ કેવું ?
અખિલેશે એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા એકવીસ બાવીસ દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલન વિશે સાંસદો સવાલો પૂછીને સરકારને મૂંઝવી નાખે એવા ડરથી મોદી સરકારે શિયાળુ સત્ર રદ કર્યું હતું અને એને બદલે જાન્યુઆરીમાં બજેટ સત્ર ગોઠવવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે મોદી સરકાર દંભી અને દેખાડેબાજ છે. દેશના ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળમાં રેલી યોજે તેા કોરોના નહીં ફેલાય પરંતુ સંસદ બોલાવવામાં સરકારને કોરોના આડેા આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ અને મોદી સરકાર સંસદી પ્રણાલિ અને બંધારણીય જોગવાઇઓનો છડેચોક ભંગ કરી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.