ભાજપ અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણને લઈને પહેલીવાર મૌન તોડ્યું છે. તમણે સ્પષ્ટ કહ્યું છે કે, શિવસેનાની એક પણ માંગણી સ્વિકાર્ય નથી. સાથે જ તેમણે રાજ્યપાલના રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો. આ સાથે જ શાહે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની આકરી ઝાટ્કણી કાઢી હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, હું માનું છું કે રાજ્યપાલે યોગ્ય કામ કર્યું છે. આજે પણ દરેક લોકો સરકાર બનાવી શકે છે. શિવસેના 2 દિવસ માંગી રહી હતી, રાજ્યપાલે તેમને 6 મહિનાનો મોકો આપી દીધો છે. કપિલ સિબ્બલ જેવા વકીલ એવા નિવેદન આપી રહ્યા છે કે મોકો છિનવી લીધો. તમારી પાસે પૂરો મોકો છે. હું સ્પષ્ટ કહુ છું કે દરેક પાસે મોકો છે.
શાહે કહ્યું હતું કે, મે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્વજનિક રીતે અનેકવાર કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જો અમારૂ ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. તે સમયે તો કોઈએ કોઈ જ વિરોધ કર્યો નહોતો. હવે જ્યારે તેઓ નવી જ માંગણી લઈને સામે આવ્યા છે જેને સ્વિકારી શકાય તેમ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.