અમિત શાહે શિવસેના માટે આપ્યું મોટુ નિવેદન, કહ્યું તેમની પાર્ટી એકલા હાથે જ એટલી બેઠકો…

ભાજપ અધ્યક્ષ અમિત શાહે આગામી વિધાનસભા ચૂંટણીથી પહેલા શિવસેનાને સંદેશ આપતા કહ્યું કે તેમની પાર્ટી એકલા જ એટલી બેઠકો જીતી શકે છે કે સરકાર બનાવી શકે. અમિત શાહે જોકે, એમ પણ કહ્યું કે, એનડીએની સત્તામાં વાપસી પર તે ઉપ મુખ્યમંત્રી પદ શિવસેનાને આપી શકે છે. 

નેટવર્ક 18ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમિત શાહે એ પૂછવા પર કે શું બીજેપી એટલી બેઠક જીતી શકે છે કે તે ખુદ સરકાર બનાવી શકે? શાહે કહ્યું, ‘હા, અમે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. આ અસંભવ નથી.’ અમિત શાહે કહ્યું કે બીજેપી ગત ચૂંટણીથી વધારે બેઠકો જીતશે. શાહે સાથે જ મહારાષ્ટ્ર ચૂંટણીમાં એનડીએ ગઠબંધન બે તૃતિયાંશ બેઠકો પર કબજો મેળવશે તેવી ભવિષ્યવાણી પણ કરી.

2014 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ એકલા હાથે લડતા 122 બેઠકો જીતી હતી અને બહુમતના આંકડાથી 22 બેઠકો દુર રહી ગઇ હતી. જેના બાદ તેને સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન કરવું પડ્યું હતું. આ વખતે પણ બીજેપી-શિવેસેના ગઠબંધન સાથે ચૂંટણી લડી રહ્યા છે અને તે 164 બેઠકો પર ચૂંટણી લઇ રહ્યા છે.

અમિત શાહે શિવસેનાની ઉપમુખ્યમંત્રી પદની માંગ પર પોતાની સ્થિત સ્પષ્ટ કરી અને કહ્યું કે બીજેપી આ પદ શિવસેનાને આપવા માટે તૈયાર છે. જોકે, એમણે સાથે એમ પણ કહ્યું કે સત્તામાં વાપસી પર દેવેન્દ્ર ફડણવીસ જ બીજીવાર મુખ્યમંત્રી બનશે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન 21 ઓક્ટોબરે અને મતગણતરી 24 ઓક્ટોબરે થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.