અમરાઈવાડી પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની નહી પરંતુ પાટીદારો વચ્ચેની જંગ બની રહેશે એમાંય કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદાવારો આનંદીબહેનના જૂના સાથીદારો છે વલી કોંગ્રેસને SPG નો ટેકો છે જેને કારમે ભાજપે ડેમેજ કંટ્રોલ માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
અમરાઈવાડીમાં વિધાનસભાની પેટાચૂંટણીના આટાપાટા શરૂ થઈ ચૂક્યા છે ત્યારે આ જંગ ભાજપ-કોંગ્રેસને બદલે પાટીદારો વચ્ચેનો બની ગયો છે. અમરાઇવાડી બેઠક પર 2 પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસે બંનેએ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી છે. અને વળી બંને ઉમેદવારો આનંદીબેન પટેલના જૂના સાથીદાર છે.
ભાજપ બેડામાં ડેમેજ કંટ્રોલની તૈયારીઓ
ભાજપે જગદીશ પટેલને ટિકિટ આપી છે. જગદીશ પટેલ ઝાલાવાડી પાટીદારોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને ઝાલાવાડી પાટીદરોનું સમર્થન છે. પાટીદાર ઉમેદવારને નાતે આ બેઠક ઉપર ભાજપ જંગ જીતશે એવું લાગે છે પણ SPG એ કોંગ્રેસને સમર્થ આપતા ભાજપ બેડામાં ડેમેજ કંટ્રોલની તૈયારીઓ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.