અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ, દ્વારા અમરેલી જિલ્લામાં મિલ્કત સંબંધીત થતા વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુન્હાના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ શ્રી. એમ.એ.મોરી તેમજ પોલીસ સબ ઈન્સપેક્ટર પી.વી.સાંખટ અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત, અમરેલી શહેરમાં ફરીયાદીને વિશ્વાસમાં લઈ અને વચન આપી ફરીયાદી પાસેથી રૂ.૨,૦૦,૦૦૦/- મેળવી તેમજ ફરીયાદીના પતિ પાસેથી પણ ૫, ૩,૮૬,૦૦૦/- રકમ એમ કુલ રૂ.૫,૮૬,૦૦૦/- ની લઈ જઈ ૧ (એક) વર્ષમાં પરત આપી દેવાની ખાતરી આપી વિશ્વાસઘાત કરી ઉપરોક્ત રૂપિયામાંથી એકપણ રૂપિયો પરત ન આપી છેતરપીંડી કરી ગુન્હો કરેલ હોય જે અનુસંધાને ફરીયાદીએ આરોપી વિરુધ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા. અમરેલી સીટી પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૩૨૨૦૬૯૦/૨૦૨૨ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબનો ગુન્હો ગઈ તા.૨૧/૦૭/૨૦૨૨ ના ૬.૧૯/૦૦ વાગ્યે રજી. થયેલ હોય અને જે અનુસંધાને સદરહુ ગુન્હામાં સંડોવાયેલ આરોપી જિતેન્દ્રભાઈ અમૃતલાલ મહેતા રહે.ડીસા, ચંદ્રલોક સૌસાયટી, તા.ડીસા, જિ.બનાસકાંઠા વાળાની ચોક્કસ બાતમી મેળવી હકિકત વર્ણન વાળા ઈસમને ડીસા મુકામેથી ગણતરીની કલાકોમાં ઝડપી પાડેલ અને મજકુરની પુછપરછ દરમ્યાન ઉપરોક્ત ગુન્હો પોતે આચરેલની કબુલાત આપેલ છે. તેમજ ઉપરોક્ત ગુનાની તપાસ હાલ પોલીસ સબ ઈન્સપેક્ટર પી.વી. સાંખટ અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપી
(૧) જિતેન્દ્રભાઈ અમૃતલાલ મહેતા રહે.ડીસા, ચંદ્રલોક સોસાયટી, ભાગ- ૨. શેરી નં – ૦૨ તા.ડીસા, જિ.બનાસકાંઠા
આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ ની સુચનાથી શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનાં આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં અમરેલી સીટી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી. એમ.એ.મોરી તથા પોલીસ સબ ઈન્સપેક્ટર પી.વી.સાંખટ તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.