અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાએ રાજ્યમાં ઇતિહાસ સર્જી દીધો છે. રાજુલા નગરપાલિકામાં બે વર્ષમાં પાંચ પાંચ પાલિકાના પ્રમુખો બદલાયા છે. 2018થી 2020 સુધીમાં અનેક ચડાવ ઉતાર બાદ કોંગ્રેસમાં થતા આંતર કલહ વચ્ચે પાંચ પાંચ પાલિકાના પ્રમુખો બદલાયા છે.
18 બળવાખોરોમાંથી 14 સભ્યો સસ્પેન્ડ થયા હતા. 18 બળવાખોર સભ્યોએ પોતાના પ્રમુખ પણ નગરપાલિકામાં બનાવ્યા હતા. બળવાખોરોના નેતાને શહેરી વિકાસ સચિવે સસ્પેન્ડ કરતા 5માં પ્રમુખના પદનો પણ અંત આવ્યો છે. નગરપાલિકાના રહેવાસીઓ પોતાની સુખાકારી માટે નેતાઓને ચૂંટે છે. ચૂંટાયા પછી માત્ર પોતાના ઘર ભરતા નેતાઓનું સૌથી મોટું ઉદાહરણ સામે આવ્યું છે.
2018માં થયેલી સ્થાનિક સ્વરાજ્યની પાલિકાની ચૂંટણીમાં 28 બેઠકોમાંથી 27 બેઠકો પર કોંગ્રેસે કબજો કર્યો હતો, પણ સ્પષ્ટ ધીંગી બહુમતી બાદ કોંગ્રેસમાં સર્જાયેલા આંતર કલહથી 27માંથી 18 સભ્યોએ બળવો કર્યો ને પાલિકાના પ્રથમ પ્રમુખ મીનાબેન વાઘેલા સામે બળવો કરતા ના છૂટકે પ્રથમ મહિલા પ્રમુખ મીનાબેન વાઘેલાને પાલિકાનું પ્રમુખ પદ છોડવું પડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.