અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતાં જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. કેસૂર ભેડા પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. સ્યુસાઈડ નોટમાં આપઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ મામલે પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.
અમરેલીના લીલીયા પંથકમાં આહીર અગ્રણી અને કોંગ્રેસના મોટા ગજાના નેતા તરીકે કેસૂર ભેડાનું નામ જાણીતું હતું. લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેકટરીમાં કેસૂર ભેડાએ આપઘાત કરી લીધો હતો. કેસૂર ભેડાએ સવારે 7 થી 8 વચ્ચે આપઘાત કર્યો હોવાનુ પ્રાથમિક તારણ વ્યક્ત કરાઈ રહ્યું છે.
કેસૂર ભેડા હાલ અમરેલી જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય હતાં. કેસૂર ભેડાના આપઘાતથી કોંગ્રેસમાં શોકનો માહોલ ફેલાયો છે. હાલ આપઘાતને લઈને પોલીસે પહોંચી ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.