અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ કાલ તા .૧૮ / ૦૨ / ૨૦૨૩ ના રોજ ધારી મુકામેથી મજકુર નાસતા ફરતા આરોપીને પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

News Detail

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ધારી પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૮૨૩૦૦૧૧ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૦૨ , ૩૬૫ , ૩૪૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબના ગુનાનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ કાલ તા .૧૮ / ૦૨ / ૨૦૨૩ ના રોજ ધારી મુકામેથી મજકુર નાસતા ફરતા આરોપીને પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

→ પકડાયેલ આરોપીની વિગતઃ હિતેષ ઉર્ફે જીતેશ કાંતિભાઈ વાઘેલા , ઉ.વ .૧૯ , રહે.સનાળી , તા.વડીયા , જિ.અમરેલી હાલ રહે.ખાખરીયા , તા.વડીયા , જિ.અમરેલી , આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ , પોપટભાઇ ટોટા , પો.કોન્સ . રાહુલભાઇ ઢાપા , નિકુલસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.