અમરેલીમાં વેપારીઓનો સ્વૈચ્છિક બંધનો નિર્ણય,વેપારીઓનો સ્વૈચ્છિક બંધમાં જોડાવા નિર્ણય

અમરેલીમાં વેપારીઓનો સ્વૈચ્છિક બંધનો નિર્ણય લીધો છે. વેપારી મહામંડળ, ડિસ્ટ્રીકટ COC સહિતના સંગઠનો દ્વારા નિર્ણય મહત્વનો નિર્ણય લેવમાં આવ્યો છે.

18થી 25 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી બંધનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,541 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 91 લોકોના મોત નિપજ્યા છે. અને 3,783 દર્દીઓ સાજા થયાં છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5267 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3241 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 62 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1720 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 435 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 369 કેસ, જ્યારે ગ્રામ્યમાં 210 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 412 કેસ અને ગ્રામ્યમાં 82 કેસ નોંધાયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.