ગુજરાતમાંથી કોઈ કાશ્મીર ફરવા ગયું હોય અને તેને આઇસક્રીમ ખાવાની ઈચ્છા થાય તો ત્યાં પણ હવે તેમને ગુજરાતમાં જ બનેલો આઇસક્રીમ ખાવા મળશે. અમરેલી શહેરની આઇસક્રીમ કંપની શીતલ કૂલ પ્રોડક્ટ્સ લિમિટેડે કાશ્મીરમાં પુલવામા અને શ્રીનગરમાં 400થી વધુ દુકાનોમાં વેચાણ શરૂ કર્યું છે. મેનેજિંગ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર અમે ધીમે ધીમે આગામી એક કે બે વર્ષમાં સમગ્ર કાશ્મીરમાં અમારું વેચાણ શરૂ કરવાનો ટાર્ગેટ રાખીએ છીએ.
આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે અમે 1 મેના રોજ નેપાળમાં પણ નિકાસ કરવાની શરૂઆત કરી છે. નેપાળના કાઠમંડુ અને પોખરા ડિસ્ટ્રિક્ટમાં આઇસક્રીમ મોકલવાની શરૂઆત કરી છે. હાલમાં અમરેલીથી 2 કન્ટેનર આઇસક્રીમ નેપાળ સપ્લાય કરવામાં આવ્યો છે. નેપાળ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં પણ આઇસક્રીમની નિકાસ કરવામાં આવે છે.અને હાલ અમારા ટોટલ બિઝનેસમાં નિકાસનો શેર ખૂબ જ ઓછો છે, પણ અમે આવનારાં અમુક વર્ષોમાં નિકાસ વધારવા પર ફોકસ કરી રહ્યા છીએ.
ગુજરાતના સૌરાષ્ટ્રના નાના શહેર અમરેલીમાં આજથી 35 વર્ષ પહેલાં ભૂવા પરિવારના ચાર ભાઈઓમાંથી સૌથી મોટા દીકરા જગદીશભાઈ ભૂવાએ બસ સ્ટેન્ડ સામે શીતલ પાન પાર્લર અને સોડા શોપ નામથી દુકાન શરૂ કરી હતી. એમાં હાથે બનાવેલા આઇસક્રીમ અને લસ્સીનું વેચાણ શરૂ કર્યું હતું. વર્ષ 1997માં જગદીશભાઈનું અવસાન થયું અને ત્યાર બાદ તેમના નાના ભાઈ ભૂપતભાઈએ વર્ષ 2000માં કંપનીની બાગડોર સંભાળી હતી અને એક નાનકડી દુકાનમાંથી શરૂ થયેલી કંપની આજે રૂ. 325 કરોડથી વધુનું ટર્નઓવર કરતી કંપની બની ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.