અમરનાથ યાત્રા આ વર્ષે પણ કરાઇ રદ,આરતીનું કરાશે લાઇવ પ્રસારણ…..

બાબા બર્ફાનીની આરતીનું  લાઇવ પ્રસારણ કરાશે તેવો નિર્ણય શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે કોરોના સંક્ટને ધ્યાનમાં રાખીને કર્યો છે. આરતીનું લાઈવ પ્રસારણ ભક્તો માટે કરાશે અને સાથે પૂજન વિધિ પણ પહેલાની જેમ કરાશે.  અમરનાથ યાત્રાને પ્રતિકાત્મક કરવાનો નિર્ણય લેવાયો છે.

બાબા બર્ફાનીની પૂજન વિધિ પહેલાની જેમ જ કરાશે. આ અગાઉ શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે 28 જૂનથી યાત્ર શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

આશા હતી કે આ વર્ષે બાબા બર્ફાનીના દર્શનનો લાભ લેવા 6 લાખ શ્રદ્ધાળુઓ આવશે. તૈયારીઓને લઈને ઉપ રાજ્યપાલ અને શ્રાઈન બોર્ડના અધિકારીઓની બેઠક થઈ. યાત્રાને લઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયું હતુ .

એક અધિકારીએ કહ્યું કે આ વર્ષે અમરનાથ યાત્રાને રદ્દ કરાઈ છે. કેમકે હજુ પણ સંક્રમણનો ખતરો ખતમ થયો નથી. તેઓએ કહ્યું કે આશા છે કે આ મહિનાના અંત સુધી સંક્રમણનો દર શૂન્ય થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.