અમૂલ ડેરીએ પશુપાલકોને આપી દીધી ખુબ મોટી ભેટ, દૂધના પ્રતિકિલો ફેટમાં કર્યો આટલો વધારો

ગુજરાતની સૌથી મોટી ડેરીએ પશુપાલકોને ખુબ મોટી ભેટ આપી છે. જી હા, અમૂલ ડેરીએ પશુપાલકોને ખુબ જ મોટી ભેટ આપી છે, આ ભેટથી પશુપાલકોને ખુબ જ ફાયદો થશે અને તેમના રોજિંદા જીવનમાં પણ તેની અસર જોવા મળશે. અમૂલ ડેરીએ દૂધના ફેટની કિંમતમાં વધારો કર્યો છે. અમૂલે પ્રતિકિલો ફેટની કિંમતમાં 10 રૂપિયાનો વઘારો કર્યો છે.

અમૂલ ડેરીએ દૂધના ફેટની કિંમતમાં વધારો કર્યો છે તેનો લાભ પશુપાલકોને 11 ડિસેમ્બરથી મળશે એટલે કે, આ ભાવવધારો 11/12/2019થી લાગૂ કરી દેવામાં આવશે. દૂધના પ્રતિકિલો ફેટનો નવો ભાવ રૂ.710 કરવામાં આવ્યો છે.

રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી છે. પશુપાલકોને પુરતા પ્રમાણમાં ઘાસચારો નહીં મળવાને લઈને ફરિયાદો ઉઠી હતી. તેમજ દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં અગાઉ કરવામાં આવેલા ઘટાડાથી પશુપાલકોમાં નારાજગી ફેલાઈ હતી. જો કે, અમૂલ ડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં ખુશી ફેલાઈ છે.

અમૂલ દ્વારા દુધના ફેટદીઠ વધારવામાં આવતા ભાવને કારણે સમગ્ર ગુજરાતના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમાન્ય રીતે શિયાળામાં પશુઓ વધારે દૂધ આપતા હોય છે તેથી શિયાળા દરમિયાન અમૂલ દ્વારા દૂધના ફેટદીઠ ભાવમાં વધારો કરવાથી પશુપાલકોની આવકમાં વધારો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.