અમેરિકાએ રાશિયાને આપી ચેતવણી ,યુક્રેને કહ્યું અમારી સુરક્ષાને છે ખતરો

રશિયાની સેના યુક્રેનની સરહદ તરફ કૂચ કરી રહી હોવાના વીડિયો અને અહેવાલ સામે આવતા આ સવાલ ફરીથી ઊભો થઈ રહ્યો છે કે રશિયાશું કરવાનું વિચારી રહ્યું છે? રશિયાની બખ્તરબંધ ગાડીઓ અને ટેન્ક યુક્રેન તરફ અગાળ વધી રહ્યા છે.

નોંધનીય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ધીમે ધીમે ઘણા સમયથી વિવાદ વધી રહ્યો છે. હાલમાં અમેરિકાનું એક કાર્ગો જહાજ યુક્રેન આવી પહોંચ્યું હતું જેની સામે રશિયાએ લાલ આંખ કરી હતી. હવે રશિયાની સેના જે રીતે આગળ વધી રહી છે તેને જોતાં અમેરિકા પણ ચિંતામાં મૂકાયું છે.

અમેરિકાની સૈન્ય સંસ્થા પેન્ટાગોનના પ્રવક્તાએ જૉન કિરબીએ કહ્યું કે અમે અત્યારે ભારે સૈન્ય હલચલ મુદ્દે વધુ જાણકારી મેળવી રહ્યા છે.

અમેરિકાની સેનાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ માર્ક મિલેએ પણ રશિયા પાસેથી આ મુદ્દે જાણકારી માંગી હતી પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી કે રશિયાએ તેના પર શું જવાબ આપ્યો છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.