દાહોદમાં સ્કૂલનો દરવાજો પડતા બાળકીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદની રામપુરા શાળાનો બહારનો દરવાજો પડતાં ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે, જ્યારે બેદરકારી બદલ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલ તો પોલીસે આ મામલે અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રીજા ધોરણમાં ભણતી બાળકી રમત-ગતમના પીરીયડમાં બહાર મેદાનમાં રમવા ગઇ હતી. ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. દાહોદમાં શાળાની મોટી બેદરકારી સામે આવી છે. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ઘાયલ થયેલી 8 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. અચાનક જ દરવાજો પડતાં બાળકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી અને જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.
ઘટનાને પગલે શાળા સામે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તાલુકા પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને બીજીબાજુ બેદરકારી બદલ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાળાની બેદરકારીએ એક બાળકીનો ભોગ લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.