મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સંકટની વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે, મંત્રી આદિત્ય ઠાકરે અને પાર્ટી નેતા સંજય રાઉત વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.અને જાહેરહીતની અરજીમાં માગ કરવામાં આવી છે કે, આ ત્રણેય નેતાઓ વિરુદ્ધ અરાજકતા ને સરકારી કામો રોકવા માટે દેશદ્રોહનો કેસ નોંધાવો જોઈએ. આ અરજી સામાજિક કાર્યકર્તા હેમંત પાટિલ તરફથી દાખલ કરવામાં આવી છે. તેમણે અરજીમાં માગ કરી છે કે, કોર્ટ ઠાકરે પુત્ર-પિતા, સંજય રાઉતની પ્રેસ ક્રોન્ફ્રન્સ પર રોક લગાવે અને તેના માટે એકનાથ શિંદે જૂથના મુદ્દા પર મહારાષ્ટ્રમાં અલગ અલગ ભાગમાં ફરવા પર પણ રોક લગાવામાં આવે.
બીજી બાજૂ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફરી એક વાર બળવાખોર ધારાસભ્યોને મનાવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના તરફથી ફરી એક વાર ભાવૂક સંદેશ આપવામાં આવ્યો છે. આ સંદેશમાં ઉદ્ધવ કહી રહ્યા છે કે, વાતચીત દ્વારા સમાધાન લાવી શકાય છે. ધારાસભ્યોએ ફક્ત તેમની સાથે વાત કરવાની જરૂર છે.
સંદેશમાં તેઓ કહે છે કે, પરિવારના વડા હોવાના નાતે મને પોતાના લોકોની ચિંતા છે આપ લોકોને કેટલાક દિવસથી કેદ કરીને ગુવાહટીમાં રાખવામાં આવ્યા છે.આપના વિશે દરરોજ નવી વાતો સામે આવી રહી છે અને આપનામાંથી કેટલાય મારા સંપર્કમાં છે. આપ લોકો દિલથી હજૂ પણ શિવસેના સાથે છો.
ઉદ્ધવ આગળ કહે છે કે, પરિવારના મોભી હોવાના નાતે કહી રહ્યો છું કે, હજૂ પણ મોડુ થયું નથી. આપ લોકો મુંબઈ આવીને મારી સામે બેસો અને શંકાઓને દૂર કરીએ. આપણે લોકો એકસાથે બેસીને જરૂરથી કોઈ રસ્તો શોધી કાઢીશું તેમજ આગળ કહ્યું કે, શિવસેનાએ આપને જે આદર સત્કાર અને સન્માન આપ્યું છે, તે બીજે ક્યાંય નહીં મળે…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.