અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડી જીવ બચાવનારને મળશે રૂપિયા 1 લાખનુ ઇનામ

ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા એક નિર્ણય મુજબ રોડ અકસ્માતમાં ઘાયલ થનારાને જો કોઈ હોસ્પિટલ સુઘી પહોંચાડી જીવ બચાવશે તો સરકાર તેવી વ્યક્તિને ₹ 1 લાખનું રોકડ ઈનામ અને ટ્રોપી આપી સન્માન પણ કરશે અને
બેઠકમાં ઠરાવ કરીને તમામ જિલ્લામાં સ્કીમ ઓફ ગ્રાંટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન હાલમાં અમલમાં કરાઈ છે.

સામાન્ય રીતે જ્યારે રોડ ઉપર કોઈ અકસ્માત થાય અને ઈજાગ્રસ્ત તરફડીયા મારતું હોય ત્યારે ત્યાંથી પસાર થતા મોટાભાગના લોકો પોલીસની ઝંઝટ આવી પડશે એવું વિચારી મદદ થી દુર રહેતા હોય છે અને ત્યારે વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસે પ્રેસનોટ જારી કરી છે, જે માટે ટ્રાફિક પોલીસનો હેલ્પલાઈન વોટસએપ નં-74340-95555 પર સંપર્ક કરી જાણ કરવાની રહેશે.

વધુમાં જે વ્યક્તિ અકસ્માતમાં કોઈનો જીવ બચાવી સારી કામગીરી કરશે તેમને સરકાર તરફથી ગુડ સમરિટન એવોર્ડ અંતર્ગત 1 લાખ સુધીની રોકડનું ઈનામ અને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરાશે.

જોકે આ માટે ડોકટર પાસેની વિગતોની તપાસ તેમજ પોલીસ સત્તાવાર લેટરપેડ પર ગુડ સમરિટનનું નામ, તેનો મોબાઇલ નંબર અને સરનામું, સ્થળ, તારીખ, અને ઘટનાનો સમય અને કેવી રીતે ગુડ સમરિટન છે તેની માહિતી જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને મોકલવા ઉપરાંત પોલીસ સ્ટેશન તરફથી સંદેશાની પ્રાપ્તિ પર, જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળની જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિ માસિક ઘોરણે દરખાસ્તોની સમીક્ષા કરશે અને મંજૂર કરશે.
તેમજ રાજ્યની રોડ સેફટી ઓથોરિટીને આ લિસ્ટ જરૂરી ચુકવણી માટે મોકલવાના રહેશે અને ત્યારબાદ પસંદ કરેલા ગુડ સમરિટન માટે રોડ સેફટી કમિશનરની કચેરી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ઓનલાઇન ચુકવણી કરવામાં આવનાર હોવાનું જણાવાયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.