વડોદરા ટ્રાફિક પોલીસ શાખા સમયાંતરે ઘણા બધા વીડિયો શેર કરીને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપે છે. વડોદરામાંથી વધુ એક આવો વીડિયો પોલીસ વિભાગે શેર કર્યો છે. વડોદરા પોલીસના ફેસબુક પેજ પર આ વીડિયો શેર કરીને લોકોને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવા માટે પોલીસે અપીલ કરી છે. અને વડોદરા શહેરના સેન્ટ્રલ ST ડેપોથી તાજમહલ ખાતેના સિટી બસ ડેપોમાં 3 દિવસ પહેલા બસ ડ્રાઈવરે કોલેજની વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત થયું હતું.
આ ઘટના હજુ તાજી છે ત્યારે શહેરના માર્ગ પર વિદ્યાર્થીઓની બસ ચલાવતો ડ્રાઈવર મોબાઈલ ફોન પર વાત કરતો CCTV કેમેરામાં કેદ થય હતો. પોલીસે આ ડ્રાઈનવરને ઈ મેમો ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ વીડિયો પોસ્ટ કરતા પોલીસે લખ્યું હતું કે, હવે બસ કરો. અને વડોદરા શહેરમાં બસની અડફેટે યુવતીનું મોત થતા ટ્રાફિક પોલીસ વિભાગ સક્રિય થયો છે. તમામ કેમેરા પરથી બાજ નજર લોકો પર રાખવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાંથી બસ ડ્રાઈવરનો જે વીડિયો સામે આવ્યો છે એમાં બસ ડ્રાઈવર ચાલું બસ મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો છે. આ વીડિયો વડોદરા ટ્રાફિક પોલીસે શેર કર્યો છે. માર્ગ અકસ્માતની ઘટનામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આવી બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે. કોઈ પણ અકસ્માત થાય ત્યારે ક્યારેક વાહન ચાલકની ભૂલ હોય છે તો ક્યારેક ભોગ બનનારની. અને બંને પક્ષે જો સાવધાની રાખવામાં આવે તો અકસ્માત થતો અટકાવી શકાય છે. પણ પોલીસે શેર કરેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે.
થોડા દિવસ પહેલા જ્યારે બસની અડફેટે સુરતની વિદ્યાર્થિનીનું વડોદરામાં મોત થયું ત્યારે NSUIએ આ વિદ્યાર્થિનીને આર્થિક રીતે વળતર આપવા માટે તંત્ર સામે દેખાવો કર્યા હતા. જેને લઈને સતત બે દિવસ સુધી દેખાવો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં વિદ્યાર્થી પાંખ તરફથી પણ ચક્કાજામ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.અને પછી વડોદરા પોલીસે જાહેરનામાના ભંગ બદલ આદોલન કરતા વિદ્યાર્થીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.