સુરતમાં નવી સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલને ફરી કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી .

ચીનમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ વિકટ બની છે અને ત્યારે સુરત નવી સિવિલ કેમ્પસમાં આવેલા અને થોડા સમય પહેલા બંધ કરી દેવામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલને ફરી કાર્યરત કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાની પ્રથમ અને સેકન્ડ લહેર વખતે એક હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જ્યાં વિશાળ ઓક્સિજન ટેન્ક પણ કાર્યરત કરવામાં આવી હતી. બેડ, મેડિસિન, વેન્ટિલેટર, સ્ટાફ, તબીબોની મોટી ટીમ કોવિડમાં અગાઉ ખડકી દેવામાં આવી હતી.

બંધ પડેલી આ કોવિડ હોસ્પિટલને શરૂ કરવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે અને બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન ટેન્ક સહિતની સુવિધા ઉભી કરવાની તૈયારીઓ અહીં હાથ ધરવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે, ચીન, જાપાન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોના વાઈરસે ફરી માથું ઉંચક્યું છે ત્યારે ભારતે પણ કોરોના સામે લડવાની તૈયારી કરી લીધી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં કોરોનાની સ્થિતિ, તેના સંબંધિત પાસાઓની સમીક્ષા માટે એક બેઠક યોજી હતી.

જેમાં તેમણે કોરોનાના કેસ ઘટવાથી મહામારી સામે લડવામાં આવેલી ઢીલાશ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટેસ્ટિંગ વધારવા તથા બૂસ્ટર ડોઝ માટે વિશેષ અભિયાન ચલાવવા નિર્દેશ આપ્યા હતા અને આ સાથે તેમણે સંસદમાં માસ્ક પહેરી લોકને સંદેશ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.