પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં થયો વિસ્ફોટ, 3ના મોત અને 24 ઘાયલ થયા

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં બુધવારે પોલીસ વાન પાસે થયેલા વિસ્ફોટમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત ત્રણ લોકોના મોત થયા છે અને 24 અન્ય ઘાયલ થયા છે. અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી હતી.

ક્વેટાના ફાતિમા જિન્નાહ રોડ પર આ વિસ્ફોટ થયો હતો અને ગુપ્ત માહિતી અનુસાર વિસ્ફોટમાં બેથી અઢી કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઓપરેશનના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, ફિદા હુસૈને મીડિયાને જણાવ્યું કે સિટી પોલીસ સ્ટેશનની એક પોલીસ મોબાઈલ વાન એ વિસ્તારમાં હાજર હતી જ્યારે સાંજે લગભગ 7 વાગ્યે વિસ્ફોટ થયો હતો.

તેમણે જણાવ્યું હતું કે ‘અમને ખબર નથી કે વિસ્ફોટ કેવી રીતે થયો, પરંતુ વિસ્ફોટમાં નોંધપાત્ર નુકસાન થયું, જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા બે ડઝન લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અને આ ઘટનામાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટનું પણ મૃત્યુ થયું હતું, જેઓ વાનમાં હાજર હતા.

પાકિસ્તાની અખબારના અહેવાલમાં ક્વેટા સિવિલ હોસ્પિટલના પ્રવક્તા ડૉ. વસીમ બેગને ટાંકીને જણાવ્યું હતું કે ઘાયલોને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.

એક અખબારી અહેવાલ અનુસાર, બલૂચિસ્તાનમાં હિંસામાં વધારો થયો છે અને વર્ષની શરૂઆતથી જ અનેક હુમલાઓ અને વિસ્ફોટો થયા છે.અને પાકિસ્તાની અખબાર અનુસાર, ગયા મહિને, પ્રાંતના નૌશ્કી અને પંજગુર જિલ્લામાં બે સુરક્ષા દળોના કેમ્પ પર સશસ્ત્ર હુમલા દરમિયાન ઓછામાં ઓછા 13 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક અધિકારી સહિત સાત સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.