જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં પોલીસ ચોકી પાસે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ પોલીસે એલર્ટ જાહેર કરી દીધું છે. હાઈવેને અડીને આવેલી તમામ ચોકીઓના જવાનોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રેનેડ બ્લાસ્ટ છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહના જણાવ્યા અનુસાર, તેમને એક પત્ર મળ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બ્લાસ્ટ જમ્મુ કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) દ્વારા કરવામાં આવ્યો હતો અને આ એક આતંકવાદી સંગઠન છે. હાલ એસઓજી અને આર્મીની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે…
બાબા અમરનાથની યાત્રા રામબનમાંથી પસાર થાય છે અને આ વિસ્ફોટ રામબન જિલ્લાના ગુલ વિસ્તારમાં થયો હતો. અહીં પોલીસ ચોકીની બહારની દિવાલ છે. વિસ્ટોફને કારણે થયેલા નુકસાનની રકમ હાલમાં આપવામાં આવી નથી.સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આતંકવાદીઓ અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોઈ શકે છે.
ગયા મહિને, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં આતંકવાદીઓના શંકાસ્પદ છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો અને દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા હતા અને રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસે બનિહાલમાં બુઝલા-ખારી વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેના કારણે ઠેકાણાની શોધ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.