મોરબીના રવાપર રોડ પર આવેલ રાજકોટ નાગરિક સહકારી કો.ઓપરેટિવ બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા પ્રકાશ ગોવિંદભાઈ નકુમ દ્વારા બેંકના ખાતામાં ફિક્સ ડિપોઝીટ રૂપે જમા થયેલ રકમની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે.
રૂ.1,92,99,064ની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી ઘટના બની
રાજકોટ નાગરિક સહકારી કો.ઓપરેટિવ બેંકમાં બેંક કેશિયર તરીકે ફરજ બજાવતા પ્રકાશ ગોવિંદભાઈ નકુમ 2017થી જુલાઈ 2021 સુધીમાં અલગ અલગ સમયે ફુલ 59 ખાતા ધારકોએ ફિક્સ ડિપોઝીટ રૂપે મુકેલ રકમ તેમજ ફિક્સ ડિપોઝીટની પાકતી તારીખ સુધીમાં કુલ રૂ.1,92,99,064ની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી.
બેંકના કર્મચારીઓએ કૌભાંડ પર પડદો પાડ્યો હતો.
આ અંગેની જાણકારી થયા બાદ પણ બેંકના કર્મચારીઓ દ્વારા જાણે ઘટના પર પડદો પાડવા માંગતા હોય તેમ પોલીસ ફરિયાદ નોંધવાની પણ તસ્દી લીધી ન હતી. ઓગસ્ટ મહિનામાં જ્યારે ખાતાધારકો દ્વારા તપાસ કરવામાં આવતા તેઓની રકમ સુરક્ષિત હોવાની સાંત્વનાં આપવામાં આવતી હતી. બીજી તરફ બેન્ક અધિકારીઓ પણ અંગે તેઓની આંતરિક ઓડિટ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતી હોવાનો રાગ આલપતા હતા.
એક કરોડ જેટલી રકમ ઉચાપત કર્યાની ફરિયાદ
હવે સમગ્ર ઘટના સામે આવ્યાના 6 મહિના પછી બેંકના રાજકોટ નાગરીક બેંકના ડે.ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મેશ કાશીરામ મોરેએ બેંકમાં ફરજ બજાવતા પ્રકાશ ગોવિંદભાઈ નકુમ વિરુદ્ધ બેન્ક તેમજ ખાતેદારો સાથે છેતરપીંડી કર્યા અને બેંકની એક કરોડ જેટલી રકમ ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.