કેરળના કોલ્લમ જિલ્લામાં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ NEETની પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીનીઓના અંડરગારમેન્ટ ઉતરાવાનો મામલો જોર પકડી રહ્યું છે અને આ મામલે કેરળ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીનીઓના ચેકિંગ દરમિયાન બ્રામાં હૂક હોવાને કારણે મેટલ ડિટેક્ટરની બીપ વાગી હતી અને ત્યારબાદ અન્ડરગાર્મેન્ટ્સ ઉતારાવામાં આવ્યા હતા.
વાસ્તવમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીનીના પિતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ મામલો સામે આવ્યો હતો. લગભગ 90 ટકા વિદ્યાર્થિનીઓને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે જ્યારે તે પરીક્ષામાંથી બહાર આવી અને ત્યારે તેમણે જોયું કે બધાના અંડરગારમેન્ટ એક જ બોક્સમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વિદ્યાર્થિનીઓ પોતાને પરેશાન અનુભવતી હતી. જોકે માર્થોમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ આ ઘટનાને નકારી કાઢી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પરીક્ષાના નિયમો અનુસાર કોઈપણ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં કોઈપણ પ્રકારની ધાતુની વસ્તુ અથવા સામગ્રી પહેરી શકશે નહીં અને તેની પાછળનો મુખ્ય હેતુ પરીક્ષામાં કોઈપણ પ્રકારની છેતરપિંડી અટકાવવાનો છે. એડવાઈઝરીમાં બેલ્ટનો ઉલ્લેખ છે પરંતુ અન્ડરગાર્મેન્ટ્સ જેવી વસ્તુઓનો ઉલ્લેખ નથી.
કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિંદુએ સોમવારે કહ્યું હતું કે પરીક્ષા કોઈ સરકારી એજન્સી દ્વારા લેવામાં આવી નથી. જે થયું તે મોટી ભૂલ છે. આવી ઘટનાને સાંખી લેવામાં આવશે નહીં અને અમે પરીક્ષા કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને ફરિયાદ કરીશું. NTA શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.