ગઈકાલે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જેમાં દિલ્હીની ઈનિંગની છેલ્લી ઓવરમાં નો બોલ ન આપવાના કારણે અમ્પાયરોની આકરી ટીકા થઈ રહી છે અને આ મેચ જોવા આવેલા સ્ટેડિયમમાં બેઠેલા લોકો પણ અમ્પાયરો પર ગુસ્સે થઈ ગયા હતા.
રાજસ્થાન રોયલ્સે આ મેચ જીતવા માટે દિલ્હી કેપિટલ્સ (DC)ને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો.અને દિલ્હીની ટીમ આ મેચમાં આરામથી હારી રહી હોય તેવું લાગી રહ્યું હતું અને આ ટીમને છેલ્લી ઓવરમાં 36 રનની જરૂર હતી. કોઈપણ બેટ્સમેન માટે આ અશક્ય કામ હતું, પરંતુ દિલ્હીના બેટ્સમેન રોવમેન પોવેલે રાજસ્થાન રોયલ્સના બોલર ઓબેડ મેકકોયના પહેલા ત્રણ બોલમાં 3 સિક્સર ફટકારી હતી અને ત્રીજો બોલ ફુલ ટોસ હતો અને તે જ બોલ પર નો બોલ હતો.
જ્યારે અમ્પાયર દ્વારા ‘નો-બોલ’ આપવામાં આવ્યો ન હતો ત્યારે દિલ્હીના કેપ્ટન રિષભ પંતે તેના ખેલાડીઓને મેદાનની બહાર બોલાવવાનું શરૂ કર્યું હતું.અને જેના કારણે મેચ થોડો સમય રોકાઈ ગઈ હતી. અંતે દિલ્હી આ મેચ હારી ગયું હતું.
IPL 2022 ની 34મી મેચમાં, રાજસ્થાન રોયલ્સ (DC vs RR) સામેની રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સનો 15 રને પરાજય થયો હતો. નો બોલના કારણે દિલ્હીની મેચ જીતવાની છેલ્લી આશા પણ તુટી ગઈ હતી.અને દિલ્હીની ટીમ હવે 7માંથી 4 મેચ હારી ગઈ છે અને તે 6 પોઈન્ટ સાથે લીગ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.