ટ્રેનની બારી પાસે બેઠેલા મુસાફરના ગળામાં લોખંડની પટ્ટી ફસાઈ, ઘટનાસ્થળે જ મોત.

દિલ્હીથી કાનપુર થઈને ભુવનેશ્વર જઈ રહેલી નીલાંચલ એક્સપ્રેસની બારી પાસે બેઠેલા એક મુસાફરના ગળામાં લોખંડની પટ્ટી ઘુસી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ સ્થળ પર ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત બાદ મુસાફરના મૃતદેહને અલીગઢ સ્ટેશન પર નીચે લાવવામાં આવ્યો હતો અને મૃતકની ઓળખ ગોપીનાથપુર સુલતાનપુરના રહેવાસી હરિકેશ દુબે ઉ. સંતરામ તરીકે થઈ છે.

દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓ તપાસમાં લાગેલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે રેલ્વે તરફથી બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક લોખંડની પટ્ટી ટ્રેનના કોચનો કાચ તોડીને સીટ પર બેઠેલા યુવકના ગળામાં ઘુસી ગઈ અને જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, મુસાફર હરિકેશ દુબે દિલ્હીથી લખનૌ જતી ટ્રેનમાં બેઠો હતો અને અકસ્માતની માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફએ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સાથે સંબંધીઓને ઘટનાની જાણ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સોમના-કલુઆ રેલવે સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેકની જણાવવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.