સુરતમાં સરથાણામાં રહેતા યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. મળતી વિગતો મુજબ મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વતની અને હાલ સરથાણા વિસ્તારમાં આવેલી બ્લૂસિટી બિલ્ડિંગમાં રહેતા અરવિંદભાઇ હિરપરા યોગીચોક વિસ્તારમાં વોટર પ્લાન્ટનો વ્યવસાય ચલાવે છે.
તેઓનો 19 વર્ષીય પુત્ર કેયુર રાજકોટમાં આઇટીનો અભ્યાસ કરે છે, જે થોડા દિવસ પહેલા જ સુરતમાં આવ્યો હતો. કેયુર જ્યાં રહે છે તેની બાજુમાં જ હાઇરાઇઝ બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે. કેયુરે અગમ્ય કારણોસર આ બિલ્ડીંગ ઉપર જઇને ત્યાંથી નીચે કુદીને આત્મહત્યા કરી લીધી હતી. આજુબાજુના સભ્યોને જાણ થતા તેઓએ અરવિંદભાઇને જાણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.